એક નોકરીયાત મહિલાના ઘરનું A.c બગડી ગયું.

એક નોકરીયાત મહિલાના ઘરનું A.c બગડી ગયું.
એણે મિકેનીક ને ફોન કર્યો…

હું મિસિઝ પટેલ બોલું છું, જે.એન. ટાટા રોડ, બંગલા નંબર ૪૬. મારું એ.સી બગડી ગયું છે. મારે ઓફિસ જવાનું છે પણ તમે સાંજ સુધીમાં સમય કાઢીને એ.સી રિપેર કરી જજો.

ઘર આખું લૉક હશે. હોલ ખુલ્લો જ હશે. મેઈન દરવાજાની ચાવી હું બાજુમાં ફુલના છેલ્લા કુંડા નીચે મુકી જઈશ. તાળું ખોલીને હૉલ માંનુ એ.સી રિપેર કરી દેજો.

હોલ માં એક ડૉબરમેન કુતરો હશે જે છુટ્ટો જ હશે. પણ ગભરાશો નહીં તે ટ્રેઈનિંગ કરેલો કુતરો છે એટલે જ્યાં સુધી કોઈ ઓર્ડર ની આપે ત્યાં સુધી કંઈ નહીં કરે..

ત્યાં જ પિંજરામાં એક પોપટ છે. બહુ બોલ-બોલ કરશે પણ તમે એને એક શબ્દ પણ ના કહેશો.

તમારું કામ પુરૂં થાય એટલે હોલ લૉક કરીને ચાવી ત્યાં પેલા છેલ્લા કુંડા નીચે જ્યાંથી લીધી હતી ત્યાંજ મુકી દેજો. હું ઑફિસથી આવતા તમારું બીલ ચુકવતી આવીશ.. પણ ફરી એકવાર કહું છું કે પોપટ ને કંઈ ની કહેતા નહીંતર તમારે પછતાવું પડશે…

બપોરે મિકેનિક હોલનું તાળું ખોલીને અંદર આવ્યો. જોયું તો સોફા પાસે જ કુતરો છુટો જ બેસેલો હતો. કુતરો જોઈને તે ડરી ગયો પણ કુતરાએ એકવાર એને જોયો અને પાછો સુઈ ગયો.

જરા આગળ ગયો એટલે પોપટ બોલવા લાગ્યો.. અરે ચોર છે કે શું? બે કલાક સુધી એ.સી રિપેર થયું ત્યાં સુધી પોપટ ગમે તેમ બોલતો જ રહ્યો. મિકેનિક ને હેરાન કરી મુક્યો.

કોઈ વાર ચોર કેઈ, કોઈ વાર જાડિયો કેઈ અને ગમે તેમ ગાળો દીધી. એક બે વાર તો મિકેનિક ને એમ થયું કે લાવ આને પેચિયું મારી મુકું પણ મેડમ ની વાત યાદ આવી જતી એટલે શાંત થઈ જતો.

કામ પુરૂં થયું ને જવા નિકળ્યો એટલે પોપટ બોલ્યો, ઓ ચોરટા શું ચોરીને લઈ ચાલ્યો. જાડિયા, ચોર, બદમાશ, લુચ્ચા..

હશે મિકેનિક થી સહન ના થયું એણે વિચાર્યું મેડમ અમથી જ ડરાવતી હતી.. પોપટ તો પિંજરામાં બંધ છે એ મારૂં શું બગાડવાનો..

એણે એના ઝોલા માંથી પેચિયું કાઢ્યું ને પોપટ બાજુ જવા લાગ્યો.. હરામખોર પોપટ હવે તને બતાડું…

મિકેનિક આટલું બોલ્યો એટલે પોપટ જોરમાં બોલ્યો,

ટોમી..છુ… છુ..
છુ… ટોમી …છુ
???????????